કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આસામ પ્રવાસનો આજે બીજો દિવસ, કેન્દ્રીય ગૃહમંત્રી ગુવાહાટી ખાતે આસામ પોલીસને રાષ્ટ્રપતિ ધ્વજ મેડલ કરશે. પ્રદાન હિમંતા બિસ્વા શર્મા સરકારની પ્રથમ વર્ષગાંઠ પર આયોજીત કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. પોલીસ કાર્યાલય ભવન સહિત વિવિધ વિકાસ કાર્યોની મુકશે આધારશિલા.
ગૃહમંત્રી અમિત શાહ આસામના બે દિવસના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુવાહાટીમાં આસામ પોલીસને રાષ્ટ્રપતિ ધ્વજ એવોર્ડ એનાયત કરશે.આ સમ્માન રાજ્યને, છેલ્લા ૨૫ વર્ષના ઉત્કૃષ્ઠ સેવા માટે આપવામાં આવી રહ્યું છે.ઉપરાંત આસામ આ સમ્માન પ્રાપ્ત કરવાવાળો દેશનો ૧૦ મો રાજ્ય છે. રાષ્ટ્રપતિ ધ્વજ એવોર્ડ એક વિશિષ્ઠ એવોર્ડ છે,જે સૈન્ય અને પોલીસ સુરક્ષા સેવાને યુદ્ધ અને રાષ્ટ્ર પ્રતિ અસાધારણ સેવાઓ માટે આપવામાં આવે છે. બીજી તરફ, અમિત શાહ આજે હિંમતા સરકારની પહેલી વર્ષગાંઠ નિમિત્તે એક આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.
તેમજ ગુવાહાટી સ્થિત પોલીસ કાર્યાલય ભવન સહિત વિભિન્ન વિકાસ કાર્યોની આધારશીલા રાખશે. તો,ગઈકાલે અમિત શાહે આસામના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું, તેમજ ભારત / બાંગ્લાદેશ સીમાનું નિરીક્ષણ પણ કર્યું હતું.રાજ્યના કામરૂપ ખાતે જનગણના ભવન અને સીમા સુરક્ષા દળના ભવનનું ઈ – લોકાર્પણ કર્યું હતું.