શ્રીલંકામાં ગંભીર આર્થિક સંકટ વચ્ચે પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ આજે રાજીનામું આપ્યું છે. રાજીનામું આપતા પહેલાં તેમણે ટ્વીટ કરીને કર્યું હતું કે, હું સામાન્ય લોકોને સંયમ રાખવાની અપીલ કરું છું અને યાદ રાખવાની અપીલ કરું છું કે હિંસા કરવાથી માત્ર હિંસા જ ફેલાશે. આર્થિક કટોકટીમાં આપણે આર્થિક સમાધાનની જરૂર છે, જેનો ઉકેલ લાવવા માટે આ વહીવટીતંત્ર પ્રતિબદ્ધ છે.
મહિન્દા રાજપક્ષેના સમર્થકોએ તેમના સત્તાવાર નિવાસસ્થાન પાસે એકઠા થયેલા સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યો હતો ત્યાર બાદ પોલીસે રાજધાનીમાં કર્ફ્યુ લાગુ કરવું પડ્યું હતું. પ્રધાનમંત્રી સહીત કેટલાક મંત્રીઓએ પણ રાજીનામું આપ્યું છે. શ્રીલંકામાં હાલ મોંઘવારી ચરમસીમા પર છે.