ભરુચ ખાતે યોજાયેલા “ઉત્કર્ષ સમારોહ”ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ૧૦:૩૦થ વાગ્યા થી વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત વરિષ્ઠ મંત્રીઓ આ પ્રસંગે હાજર રહેશે. રાજય સરકારની ૪ યોજના હેઠળ ૧૨,૮૫૪ લાભાર્થીને સમયસર મદદ પહોંચાડવાની સિધ્ધી માત્ર ત્રણ મહિનામાં હાંસલ કરવા નિમિત્તે “ઉત્કર્ષ સમારોહ ” યોજાયું છે .
ઉત્તમ અમલમાં સામેલ ચાર યોજનામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ઇન્દિરા ગાંધી વૃધ્ધ સહાય યોજના,નિરધાર વૃધ્ધ આર્થિક સહાય યોજના અને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો સમાવેશ થાય છે. વિધવા, નિરાધાર, વૃધ્ધ અને તરછોડાયેલા નાગરિકો સુધી લાભ પહોંચાડવાની ઝુંબેશ જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૨ દરમ્યાન ચલાવીને જિલ્લા તંત્રએ ઉજ્જવળ ફરજ બજાવી છે. ભરુચના દરેક તાલુકામાંથી લાભાર્થીને શોધવા માટે વોટ્સ એપ નંબર જાહેર કરાયા હતા અને નિરાધાર અને નિસહાય લોકોની નોંધણી કરવામાં આવી હતી. ગ્રામ સ્તરે “ઉત્કર્ષ કેમ્પ” યોજીને પણ મદદને લાયક માણસો શોધી કાઢવાની કવાયત તંત્રએ કરી હતી.