ગંભીર ચક્રવાત ‘અસાની’ બંગાળની ખાડીમાં પશ્ચિમ મધ્યમાં આગળ વધતા નબળુ પડી વાવાઝોડામાં ફેરવાયું છે. જોકે, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. તેમજ સમુદ્ર કિનારે તેજ પવન પણ ફૂંકાયો હતો. હવામાન વિભાગે આંધ્રપ્રદેશના દરિયા કિનારાના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. તેમજ ચક્રવાત આજે સવાર સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની આશંકા વ્યક્ત કરી છે. દરિયામાં તેજ પવનો અને ઉંચા ઉઠતા મોજાને ધ્યાને લઇ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.
કેન્દ્રિય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ એક બેઠક યોજી હતી. અને કેન્દ્રિય મંત્રાલયો અને એજન્સીઓને કોઇ પણ પ્રકારની મદદ માટે આંધ્રપ્રદેશ અને ઓડિસા પ્રશાસનના સંપર્કમાં રહેવા જણાવ્યુ હતુ;સાથે ચક્રવાતને પગલે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશમાં ધોરણ ૧૧ની પરિક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે.