ધોરણ ૧૨ સાયન્સના ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો આવ્યો અંત,ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૭૨.૦૨ % પરિણામ થયું જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેની વિગતો આપતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી જણાવ્યુ હતુ કે, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનુ ૭૨.૦૨ % પરિણામ આવ્યુ છે.

સૌથી વધુ પરિણામ મેળવનાર જિલ્લો રાજકોટ છે. રાજકોટમાં ૮૫.૭૮% પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું દાહોદ જિલ્લાનું ૪૦.૧૯ % પરિણામ આવ્યું છે. લાઠી કેન્દ્રનું સૌથી વધારે ૯૬.૧૨ %  અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું ૩૩.૩૩ % પરિણામ આવ્યું છે. રાજ્યમાં ૬૮ હજાર ૬૮૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં ૧૯૬ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થયા છે. રાજ્યની ૬૪ શાળાઓમાં ૧૦૦ % પરિણામ આવ્યુ છે. ગુજરાતી માધ્યમનુ ૭૨.૦૪ % તો અંગ્રેજી માધ્યમનુ ૭૨.૫૭ % પરિણામ આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *