રાજધાની દિલ્હીમાં ગેરકાયદેસર બાંધકામના વિરોધમાં એમસીડીની કાર્યવાહી સતત ચાલુ છે. ગુરુવારે પણ રજધાનીના ઘણા વિસ્તારોમાં બુલ્ડોઝર ચલાવવામાં આવ્યો હતો. ગુરૂવારે એમસીડીની કાર્યવાહી મદનપુર ખાદર, ખ્યાલા, વિષ્ણુ ગાર્ડન, પટેલનગર,અમર કોલોની,રોહિંણી જેવા વિસ્તારોમાં કરવામાં આવી હતી. દિલ્હીમાં એમસીડીના આ અભ્યાનનો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને પણ વિરોધ કર્યો હતો. અમાનતુલ્લાહ ખાને કહ્યું હતું કે, ગેરકાયદેસર બાંધકામના નામ પર લોકોના મકાન તોડવામાં આવી રહ્યાં છે.
દક્ષિણી દિલ્હી નગર નિગમે વિષ્ણુ ગાર્ડનના ચાંદનગરમાં પણ ગેરકાયદેસર બાંધકામ વિરોધી અભિયાન ચલાવ્યું હતું. આ સાથે ખ્યાલા વિસ્તારમાં પણ ગેર કાયદેસર બાંધકામ તોડવામાં આવ્યાં હતા. ઉત્તર દિલ્હી નગર નિગમે અમર કોલોની અને રોહીણીના કે એન્ડ કાળજુ માર્ગ પરથી ગેરકાયદેસર બાંધકામ દુર કર્યાં હતાં. જોકે આ વિસ્તારમાં લોકોએ જાતેજ ગેરકાયદેસર બાંધકામ દુર કરવાનું શરૂ કરી દીધું હતું.