GPSCની નિમણૂંકને લઇને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. GPSCના ચેરમેનનો ખાલી જગ્યાનો હવાલો જીપીએસસીના સભ્ય નલિન ઉપાધ્યાયને સોંપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, દિનેશ દાસાની નિવૃત્તિ બાદ આ પદ ખાલી હતું. આથી, હાલ પૂરતો આ ખાલી જગ્યાનો હવાલો નલિન ઉપાધ્યાયને સોંપવામાં આવ્યો છે.
નલિન ઉપાધ્યાયને આજથી જ ચાર્જ સોંપી દેવાયો છે. અત્યાર સુધી નલિન ઉપાધ્યાય GPSCના સભ્ય હતા. આ જ વર્ષે એપ્રિલ મહિનામાં GPSC માં મહત્વની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં નલિન ઉપાધ્યાય, આશા શાહ, અશોક ભાવસાર અને સુરેશ ચંદ્ર પટેલને સભ્ય તરીકે નિમણૂંક અપાઈ હતી. ત્યારે ઘણા લાંબા સમયથી GPSCમાં આ જગ્યાઓ ખાલી પડી હતી. જો કે પછી ચેરમેન પદે પણ દિનેશ દાસા નિવૃત્ત થયા બાદ આ પદ પણ ખાલી હતું. આથી આજથી નલિન ઉપાધ્યાયને GPSCના નવા ચેરમેન તરીકેનો ચાર્જ સોંપી દેવાયો.