પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૬ મેના રોજ બુદ્ધ પૂર્ણિમાના અવસરે નેપાળની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૬/૦૫/૨૦૨૨ના રોજ બુદ્ધ પૂર્ણિમાના અવસરે નેપાળના પ્રધાનમંત્રી માનનીય શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર લુમ્બિનીની સત્તાવાર મુલાકાત લેશે. ૨૦૧૪ પછી પ્રધાનમંત્રીની નેપાળની આ પાંચમી મુલાકાત હશે.

લુમ્બિની ખાતે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂજા કરવા પવિત્ર માયાદેવી મંદિરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નેપાળ સરકારના નેજા હેઠળ લુમ્બિની ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આયોજિત બુદ્ધ જયંતિ કાર્યક્રમમાં પણ સંબોધન કરશે. અલગથી, પ્રધાનમંત્રી લુમ્બિની મોનાસ્ટિક ઝોનની અંદર ઇન્ટરનેશનલ બૌદ્ધ સંઘ (IBC), નવી દિલ્હીના પ્લોટમાં બૌદ્ધ સંસ્કૃતિ અને વારસા માટે કેન્દ્રના નિર્માણ માટે “શિલાન્યાસ” સમારોહમાં ભાગ લેશે. બંને પ્રધાનમંત્રીઓ દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી મોદીની મુલાકાત આપણી નેબરહુડ ફર્સ્ટ નીતિને આગળ વધારવા ભારત અને નેપાળ વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરાને ચાલુ રાખે છે. તે બંને દેશોના લોકોની સહિયારી સંસ્કૃતિના વારસાને રેખાંકિત કરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *