શું થશે સૌરાષ્ટ્રનું ? ૧૪૧ ડેમોમાં ૩૦% પણ પાણી નથી

કાળઝાળ ગરમી વચ્ચે સમગ્ર રાજ્યમાં પીવાના પાણીન સ્થિતિ અંગે રાજ્ય સરકાર સબ સલામત હોવાના દાવાતો કરી રહી છે પરંતુ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના છેવાડા ગામડાઓને પીવાનું પાણી પુરૂ પાડતાં જળાશયોનાં તળીયા દેખાઈ રહ્યાં છે. સૌરાષ્ટ્રનાં ૧૪૧ ડેમોમાં હાલ માત્ર ૨૯ % જ પાણી બચ્યુ છે આશરે  ૭૦ % ડેમો ખાલી થઈ ગયા હોવાનાં ચોકાવનારા આંકડા બહાર આવ્યા છે. સૌથી ગંભીર સ્થિતિ દેવભૂમી દ્વારકા પંથકની છે આ જિલ્લાનાં ડેમોમાં માત્ર ૩ % જ પાણી હવે રહયુ છે અને હજુ ઉનાળાનાં દોઢેક મહિના જેટલો કપરો સમય કાપવાનો બાકી છે.

સૌરાષ્ટ્રમાં ૧૪૧ ડેમોમાં માત્ર ૨૯ % જ પાણી બચ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાના ડેમોમાં ૩૮ % , દ્વારકા જિલ્લાના ડેમોમાં ૩ % , બોટાદ જિલ્લાના ડેમોમાં ૭ % , સુરેન્દ્રનગર જિલ્લાના ડેમોમાં ૧૯ % , જામનગર જિલ્લાના ડેમોમાં ૨૦ % પાણી બચ્યું છે. તો વળી વાત કરીએ રાજકોટ જિલ્લાના ૧૫થી વધુ ગામોની તો ત્યાં દરરોજ ટેન્કર ઉપર આધારિત રહેવાનો વારો આવ્યો છે.

સૌરાષ્ટ્રનાં ડેમો ગત ચોમાસામાં સારા વરસાદને કારણે ભરાઈ ગયા હતા અને પાણીનું ચિત્ર સારૂ ઉપસ્યુ હતુ પરંતુ આકરા ઉનાળાનાં બે મહિના પુરા થતાની સાથે જ મોટા ભાગનાં ડેમો ક્રિક્રેટનાં મેદાન બની ગયા છે. પંદરેક દિવસ બાદ સ્થિતિ વધુ ગંભીર બનશે તેવા સંકેતો મળી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *