કેન્દ્ર સરકારે અમૃત યોજના હેઠળ ગુજરાતના નગરો અને મહાનગરોમાં ૪૧૨ વિકાસકામો માટે ૫,૧૨૮ કરોડ રૂપિયાની દરખાસ્તોને મંજૂરી આપી છે. ગુજરાત શહેરી વિકાસ મિશન GUDM દ્વારા રજૂ કરાયેલી આ દરખાસ્તોમાં ૮ મહાનગરપાલિકાઓ, ૧૫૬ નગરપાલિકાઓમાં વિકાસકામો હાથ ધરાશે.
જેમાં પાણી પુરવઠાના ૨૦૬, ભૂગર્ભ ગટર યોજનાના ૭૦, તળાવ નવીનીકરણના ૬૮ અને બાગ / બગીચાના ૬૮ મળીને કુલ ૪૧૨ વિકાસકામોનો સમાવેશ કરાયો છે. હવે બધા કામોનો વિસ્તૃત અહેવાલ બનાવ્યા બાદ ટેકનીકલ મંજૂરી લઇને આ કામો તબક્કાવાર અમલમાં મૂકાશે.