ગુજરાતને ૫,૧૨૮ કરોડ રૂપિયાનું ભંડોળ “અમૃત મિશન-ટુ” હેઠળ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે મંજૂર કર્યું છે. અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન એટ્લે કે અમૃત મિશન-ટુ અન્વયે ૪૧૨ કામ માટે જે ભંડોળ મળશે. તેમાંથી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના કામ હાથ ધરાશે.
ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા સ્ટેટ વોટર એક્શન પ્લાનના પ્રથમ તબક્કામાં રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ, ૧પ૬ નગરપાલિકાઓ માટે રજુ કરવામાં આવેલી આ દરખાસ્તમાં પાણી પુરવઠાના ર૦૬,ભૂગર્ભ ગટર યોજનાના ૭૦ તથા તળાવ નવિનીકરણના ૬૮ અને બાગ-બગીચાના ૬૮ મળી કુલ ૪૧૨ કામોનો સમાવેશ થાય છે.