ગુજરાત એટીએસનેમોટી સફળતા મળી છે. દાઉદના નજીકના અન ૧૯૯૩ મુંબઇ બ્લાસ્ટના વોન્ટેડ આરોપીઓને ગુજરાત એટીએસે પકડી પાડ્યા છે. આ આરોપીઓને ગુજરાત એટીએસએ અમદાવાદ પાસેથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ બ્લાસ્ટ બાદ વિદેશ જવામાં સફળ રહ્યા હતા. આ લોકો નકલી પાસપોર્ટ લઇને અમદાવાદમાં આવ્યા હતા. ગુજરાત એટીએસએ અબૂ બકર, યુસૂફ ભટાકા, શોએબ બાબા અન સૈયદ કુરેશીને ઝડપી પાડ્યા છે.
એજન્સીઓને ગુમરાહ કરવા માટે તેઓ પોતાના સરનામા બદલા રહેતા હતા. આ લોકોએ પાસપોર્ટ પર નામ સરનામું બધુ નકલી હતુ. આ લોકોની પહેલા ખરાઇ કરવામાં આવી જે ભાદ જાણ થઇ કે, આ લોકો ૧૯૯૩ બ્લાસ્ટના આરોપીઓ જ છે.
૧૨/૦૩/૧૯૯૩ ના રોજ મુંબઇ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. વર્ષ ૧૯૯૩, તારીખ ૧૨ માર્ચ, દિવસ શુક્રવાર, મુંબઇના ભુતકાળનો તે ખરાબ ડાઘ છે, જે ભાગ્યે જ ભૂંસી શકાય છે. આ દિવસે આર્થિક રાજધાની મુંબઈમાં ૧૨ સીરિયલ બોમ્બ બ્લાસ્ટને આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો. આ બોમ્બ બ્લાસ્ટમાં ૨૫૦ થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને ૮૦૦ થી વધારે લોકો ગંભીર રીતથી ઈજાગ્રસ્ત થયા હતા.
