યુવા નેતા હાર્દિક પટેલે કૉંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું છે. હાર્દિક પટેલે એક પત્ર લખીને કૉંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે.
હાર્દિક પટેલે ટ્વીટ કર્યું છે કે, “આજે હું હિંમત કરીને કૉંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા દરેક સાથીદારો અને ગુજરાતના લોકો મારા આ નિર્ણયનું સ્વાગત કરશે. હું માનું છું કે મારા આ પગલાં પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરા અર્થમાં સકારાત્મક રીતે કામ કરી શકીશ.”