પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીમાં દીવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં દુ:ખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રીએ ટ્વીટ દ્વારા દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે, દુ:ખની આ ઘડીમાં મારી સંવેદના પીડિત પરિવારો સાથે છે, અને ઇજાગ્રસ્તો જલ્દી જ સારા થઇ જાય તેવી હુ પ્રાર્થના કરુ છુ. સ્થાનિક તંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ કરી રહ્યું છે.
PMOએ આ દુર્ઘટનામાં મૃતકના પરિજનોને રૂ. ૨ લાખની સહાય અને ઘાયલોને રૂ. ૫૦,૦૦૦ સહાયની જાહેરાત કરી છે.