પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે સાડા દશ વાગે વડોદરાના કારેલીબાગ ખાતે આયોજિત ‘યુવા શિબિર’ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે.
શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંડલધામ અને શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા દ્વારા આ ભવ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરનો હેતુ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં વધુ યુવાનોને સામેલ કરવાનો છે. તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત વગેરે પહેલો દ્વારા નવા ભારતના નિર્માણમાં યુવાનોને ભાગીદાર બનાવવાનો પણ ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.