રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યુ છે પવનની દિશા બદલાતાં રાજ્યના ગરમીનો પ્રકોપ વધશે પણ કેટલાક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ પણ રહેશે. ૨ દિવસ પવનની દિશા બદલાશે પણ તાપમાનમાં કોઈ ઘડાટો નહીં થયા તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આગામી ૩ દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે, દક્ષિણ ગુજરાતમાં ૨૦ અને ૨૧/૦૫/૨૦૨૨ના રોજ વાદળછાયું વાતાવરણ થશે. આજે ૧૯ અને ૨૦/૦૫/૨૦૨૨ના રોજ ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીની આસપાસ છે.
ગુજરાત રાજ્યના હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે, ગુજરાતમાં ૧૦/૦૬/૨૦૨૨ બાદ ચોમાસુ દસ્તક દેશે. આ વખતે ચોમાસું આંદામાન / નિકોબાર સુધી પહોંચી ગયું છે. જૂન મહિનાના પ્રારંભે પ્રિ / મોન્સૂન એક્ટિવ થશે. કેરળમાં પણ ચોમાસુ વહેલું આવી જશે. કેરળમાં નિયત સમય ૧ જૂન કરતા ૫ દિવસ વહેલા ચોમાસું આવશે. તારીખ ૨૭/૦૫/૨૦૨૨મી એ ચોમાસું કેરળ પહોંચશે તેવી પ્રબળ શકયતા રહેલી છે. આ વર્ષે સામાન્ય કરતા પાંચ દિવસ વહેલું પહોંચશે.