સુરતના કામરેજ તાલુકાના ઉંભેળ ગામ ખાતે બે સાઢુ વચ્ચે થયેલા ઝઘડામાં એકનું મોત થયું છે. હનુમાન મંદિરમાં ખૂની ખેલ ખેલાયો હતો. મળતી માહિતી પ્રમાણે બે સગા સાઢુભાઈ વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. ઝઘડાએ વરવું સ્વરૂપ ધારણ કરતા બંનેમાંથી એકે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં એક સાઢુભાઈનું મોત થયું હતું. બંને વચ્ચે ઝઘડાને જોઈને મંદિરના પૂજારી પણ છોડાવવા દોડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે પૂજારીને પણ ઈજા પહોંચી છે.
મંદિર પરિસરમાં જ બે વ્યક્તિને લડતા જોઈને મંદિરના પૂજારી ઝઘડો શાંત કરવા માટે વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે સુરતની સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.