આ મહિનામાં બીજી વખત એલપીજી સિલિન્ડરનો ભાવ વધારવામાં આવ્યો છે.
મહિનાની શરૂઆતમાં આઠ મેના રોજ સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યાર બાદ રાજધાની દિલ્હીને બાદ કરતા દેશનાં તમામ મોટાં શહેરોમાં સિલિન્ડરનો ભાવ ૧,૦૦૦ને આંબી ગયો હતો.
દિલ્હીમાં પણ સિલિન્ડરની કિંમત ૧,૦૦૦ રૂપિયા વધી છે. ડૉમેસ્ટિક ગૅસ સિલિન્ડરની કિંમત એક હજારને પાર તો કૉમર્શિયલ ગૅસ સિલિન્ડરનો ભાવ ૨,૦૦૦ રૂપિયાને પાર પહોંચ્યો છે.