દેશમાં એક તરફ ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળ અને આસામમાં વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉતરાખંડમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.
જ્યારે બિહારમાં વીજળી પડતા ૧૬ જિલ્લામાં ૩૩ લોકોના મૃત્યુ થયા છે. બીજી તરફ કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે.
કેરળમાં પણ ઘણાં જિલ્લામાં વરસાદ થયો છે. વરસાદને કારણે રાજ્યમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ૧૬ જિલ્લામાં વીજળી પડતા ૩૩ લોકોના થયેલાં મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું હતું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક તંત્ર રાહત અને બચાવકાર્યમાં જોડાયું છે.