કેન્દ્રીગ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇશાન ભારતના વિકાસને હંમેશા પ્રાથમિકતા આપી છે અને છેલ્લા ૮ વરસમાં આ પ્રદેશને નવી ઓળખ આપી છે. અરૂણાચલ પ્રદેશમાં કુલ ૧૧૮૦ કરોડ રૂપિયાના ખર્ચની વિવિધ માળખાકીય પરીયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા પછી અમિત શાહે આજે નામસઇમાં જાહેર સભાને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું.
ગૃહમંત્રીએ કહયું હતું કે, અગાઉ સમગ્ર ઇશાન ભારત વિવાદો અને અશાંતી માટે જાણીતું હતું. પરંતુ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઇશાન ભારતનું નામ પ્રવાસન, વિકાસ, સારૂ આંતરમાળખું અને ભાતીગળ સંસ્કૃતિ માટે ઓળખાવા લાગ્યું છે.