દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨,૨૨૬ નવા કેસ નોંધાયા, ૨,૨૦૨ દર્દી થયા સાજા

દેશભરમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨,૨૨૬ નવા કેસ નોંધાયા છે. દેશમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૬૫ દર્દીના મૃત્યુ થયા છે. ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી ૨,૨૦૨ દર્દી સાજા થયા છે. અત્યાર સુધી કુલ ૪,૨૫,૯૭,૦૦૩ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. અત્યારે દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ ૧૪,૯૫૫ છે.

 

દેશમાં ૨૪ કલાકમાં રસીના ૧૪,૩૭,૩૮૧ ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી દેશમાં રસીના કુલ ૧,૯૨,૨૮,૬૬,૫૨૪ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના  ૪,૪૨,૬૮૧ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં કોરોનાના ૮૪.૬૭ કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં કોરોનાનો રિક્વરી રેટ ૯૮.૭૫% છે. દૈનિક કોરોના રિક્વરી રેટ ૦.૫૦% છે અને સાપ્તાહિક કોરોના રિક્વરી રેટ ૦.૫૦% છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *