.
દેશભરમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧,૬૭૫ નવા કેસ નોંધાયા છે. દેશમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૩૧ દર્દીના મૃત્યુ થયા છે. ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી ૧,૬૩૫ દર્દી સાજા થયા છે. અત્યાર સુધી કુલ ૪,૨૬,૦૦,૭૩૭ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. અત્યારે દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ ૧૪,૮૪૧ છે.
દેશમાં ૨૪ કલાકમાં રસીના ૧૩,૭૬,૮૭૮ ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી દેશમાં રસીના કુલ ૧૯૨.૫૨ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૪,૦૭,૬૨૬ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાના ૮૪.૭૪ કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં કોરોનાનો રિક્વરી રેટ ૯૮.૭૫% છે. દૈનિક કોરોના રિક્વરી રેટ ૦.૪૧% છે અને સાપ્તાહિક કોરોના રિક્વરી રેટ ૦.૪૯% છે.