રાજકોટના બહુ ચર્ચિત તોડ્કાંડની તપાસ અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી બાદ રાજકોટના નવા પોલીસ કમિશનર કોણ તે ચર્ચા કે મુહિમ તેજ બની હતી. ત્યારે હવે IPS અધિકારી રાજુ ભાર્ગવને રાજકોટના નવા પોલીસ કમિશનરની કમાન સોંપી દેવામાં આવી છે.
રાજુ ભાર્ગવ ૧૯૯૫ બેચના IPS અધિકારી છે અને તેમને અગાઉ સેન્ટ્ર ડેપ્યુટેશનમાં કેન્દ્રમાં મૂકાયા હતા અને ત્યાર બાદ તેઓ પરત આવ્યા હતાં. સેન્ટ્રલ ડેપ્યુટેશનથી પરત આવ્યા બાદ પોસ્ટિંગ બાકી હતું અને તે દરમ્યાન તેમને આર્મ્ડ યુનિટમાં ADGP તરીકે સેવા આપતા હતા.