પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના સફળ પ્રવાસ બાદ સ્વદેશ પરત ફર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનના બે દિવસના પ્રવાસ દરમિયાન ક્વાડ શિખર સંમેલન સહિત વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરીકી રાષ્ટ્રપતિ જો બાયડનની સાથે દ્વિપક્ષીય બેઠકમાં મેક ઇન ઇન્ડીયા અને આત્મનિર્ભર ભારત કાર્યક્રમ હેઠળ ભારતમાં નિર્માણ માટે અમેરીકી ઉદ્યોગકારોને ભાગીદારી કરવા આમંત્રીત કર્યા હતાં.
પ્રધાનમંત્રીએ જાપાનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરી હતી.