અમેરીકાના ટેક્સાસમાં એક બંદૂકધારીએ એક સ્કુલમાં ઘુસીને આડેધડ ગોળીબાર કરીને ૧૮ વિદ્યાર્થીઓ અને ત્રણ વ્યક્તિ સહિત કુલ ૨૧ લોકોની હત્યા કરી હતી. બાદમાં તે હુમલાખોર પોલીસ ગોળીબારમાં માર્યો ગયો હતો.
સનએન્ટોનીયાથી લગભગ ૮૫ માઇલ પશ્રિમમાં રોબ એલીમેન્ટરી સ્કુલમાં એક બંદૂકધારીએ અચાનક ફાયરીંગ કર્યું હતું. આ ગોળીબારમાં ઇજા પામેલા બાળકોને નજીકની હોસ્પીટલે પહોચાડવામાં આવ્યાં હતાં. જોકે ત્યાં સુધીમાં ૧૫ ના મોત થઇ ચુક્યાં હતાં. એક ૧૮ વર્ષીય બંદૂકધારીની હત્યાના કેસમાં સ્થાનિક પોલીસ હુમલાખોરનો પીછો કરી રહી હતી તે સ્કુલમાં ધુસી ગયો હતો અને તેણે વિદ્યાર્થીઓ પર ગોળીબાર કર્યો હતો.