અમદાવાદ શહેરને હવે રિવરફ્રન્ટ પર જ જિમ અને જોગિંગ ટ્રેક સહિત અનેક સુવિધાઓ

.અમદાવાદ શહેરની ઓળખ સમા સાબરમતી રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ ઉડીને આંખે વળગી રહ્યું છે.  સી-પ્લેન,  હેલિકોપ્ટર જોય રાઇડનો આનંદ માણી રહ્યા છે.  તો હવે વિદેશ જેવી અનુભૂતિ કરાવતો આઇકોનિક ઓવરબ્રિજ તૈયાર થઇ ગયો છે. ત્યારે હવે રમતગમતને રિવરફ્રન્ટ સ્પોર્ટસ સંકુલ પણ બનીને તૈયાર થઇ ગયુ છે. જુલાઇ મહિનામાં સ્પોર્ટ્સ સંકુલ ખુલ્લુ મૂકાઇ શકે છે.

અમદાવાદ શહેરીજનોને ટૂંક સમયમાં જ અનમોલ ભેટ મળી શકે છે. એક છે આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ તો બીજુ છે સ્પોર્ટ્સ સંકુલ. જી, હા સ્પોર્ટ્સ સંકુલ બનીને તૈયાર છે.  સાબરમતી રિવરફ્રન્ટ પાલડી ખાતે નિર્માણ પામેલા સ્પોર્ટ્સ સંકુલનું જુલાઇમાં લોકાર્પણ થઇ શકે છે. ૨૫.૬૬ કરોડના ખર્ચે ૪૫,૦૦૦ ચોરસમીટરની જગ્યામાં તેનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

સંકુલમાં સુવિધાની વાત કરીએ તો ચાર ક્રિકેટ પીચ બનાવવામાં આવી છે. આ ઉપરાંત ટેનિસ કોર્ટ, જિમ તથા ૮૦૦મીટરનો જોગિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. છેલ્લા ૪/૫ મહિનાથી સ્પોર્ટ્સ સંકુલ બનીને તૈયાર છે પરંતુ તેનું લોકાર્પણ કરવામાં આવતુ ન હતુ. ત્યારે હવે મળતી માહિતી મુજબ જુલાઇ માસમાં ખુલ્લુ મુકાઇ શકે છે. આ સમાચારને લઇને રમતગમત પ્રેમીઓમાં આનંદની લાગણી ફરી વળી છે. મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ કોર્પોરેશ દ્વારા સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *