પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હૈદરાબાદના પ્રવાસ બાદ ચેન્નાઈ જશે. જ્યા તેઓ ૩૧,૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચની ૧૧ પરિયોજનાઓનુ લોકાર્પણ કરશે. આ પરિયોજનાઓથી માળખાકીય વિકાસને પ્રોત્સાહન મળશે. કનેક્ટિવિટી વધશે અને આ ક્ષેત્રમાં જીવનને સરળ બનાવવાની પ્રક્રિયાને વેગ મળશે. આ પરિયોજનાઓમાં બેંગલોરથી ચેન્નાઈ વચ્ચે ૨૬૨ કિલોમીટરનો ફોર લેન એક્સપ્રેસ વે જેનો ખર્ચ ૧૪,૮૭૨ કરોડ રૂપિયા છે.
એક્સપ્રેસ વે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ થઈને પસાર થશે અને બેંગ્લોર તથા ચેન્નાઈ વચ્ચેની યાત્રાના સમયને ૨ થી ૩ કલાકનો ઘટાડો કરશે. આ સાથે જ પ્રધાનમંત્રી ચેન્નાઈ બંદરથી મદુર્વાલય વચ્ચે એલિવેટેડ ફોર લેન માર્ગનો શિલાન્યાસ પણ કરશે. જેનો કુલ ખર્ચ ૫,૮૫૨ કરોડ રૂપિયા છે. આ માર્ગ માલવાહક વાહનોને ૨૪ કલાક ચેન્નાઈ બંદર પહોંચવાની સુવિધા પ્રદાન કરશે. આ ઉપરાંત મલ્ટી મોડલ લોજીસ્ટિક પાર્કનો શિલાન્યાસ પણ કરશે.