પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ૨૮મી મેના રોજ યોજાશે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ શનિવાર ૨૮મી મે ના રોજ યોજાશે. કેન્દ્રીય સહકારમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

૨૮મીએ રાજ્યની મુલાકાતે આવનાર પ્રધાનમંત્રી જસદણ ખાતે મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે, તથા જાહેરસભાને સંબોધશે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ૨૭ થી ૨૯મી મે દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, જામનગર અને ગોધરા ખાતે યોજાનારા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે જામનગર અને દ્વારકા પહોંચશે. તેઓ દ્વારકાધીશના દર્શન કર્યા બાદ કોસ્ટલ અકાદમીની મુલાકાત લેશે. ૨૮મી મેના રોજ અમિત શાહ ગાંધીનગરમાં સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં સંબોધન કરશે. ૨૯મી મે એ તેઓ ગોધરામાં પંચામૃતના કાર્યક્રમમાં ભાગ લેશે. અને અમદાવાદમાં રમતગમત સંકુલનું લોકાર્પણ કરશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *