ગાંધીનગરઃ કેન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિત શાહ સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં હાજરી આપશે

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે  સહકારથી સમૃદ્ધિ સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  સાથે  કેન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિત શાહ આ સંમેલનમાં હાજરી આપશે. તો બીજીતરફ અરવલ્લી જિલ્લામાં તૈયાર થયેલા પોલિસ ક્વાર્ટર્સનું લોકાર્પણ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે. તેઓ અરવલ્લીના બાયડ પોલિસ લાઈન, સાઠંબા ખાતે નિર્માણ થયેલા પોલિસ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ૨૯ મે ના રોજ ખેડાના નડિયાદ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે.

આ સાથે આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ તેઓ દ્વારકા જગત મંદિરે ભગવાનનના દર્શન કરશે, અને પૂજન-અર્ચન કર્યા બાદ તેઓ બપોરે ૧૨ વાગ્યાથી મોજપ ખાતે આવેલ કોસ્ટલ પોલીસ એકેડમીની મુલાકાત લેશે. જેને લઇને પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *