રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે મધ્યપ્રદેશના ભોપાલમાં આરોગ્ય ભારતીના કાર્યક્રમ “એક રાષ્ટ્ર એક સ્વાસ્થ્ય પ્રણાલી સમયની માંગ”ને સંબોધન કરશે. રાષ્ટ્રપતિ કોવિંદ વિવિધ પાયાના માળખાની યોજનાનો શુભારંભ કરાવશે.
રાષ્ટ્રપતિ રાજ્યના ત્રણ દિવસીય પ્રવાસે ગઇકાલે ભોપાલ પહોચ્યાં હતાં. ભોપાલ હવાઇ મથકે રાજ્યપાલ મંગુભાઇ પટેલ અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે, રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. ત્રણ દિવસ દરમિયાનના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ઉજ્જૈન અને ઇન્દોર જશે. રાષ્ટ્રપતિ આવતી કાલે દિલ્હી જતા પહેલા ઉજ્જૈનમાં અખિલ ભારતીય આયુર્વેદ સંમેલનના 68માં મહાઅધિવેશનનો શુભારંભ કરશે.