કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાત છે ત્યારે આજે અમિત શાહ વિવિધ કાર્યક્રમો હાજરી આપશે. આ પહેલાં આજે સવારે તેમણે દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને કોસ્ટલ પોલીસ એકેડેમીની મુલાકાત લીધી હતી.
ગૃહમંત્રી અમિત શાહ સવારે હવાઇ માર્ગે દ્વારકા પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમણે તેમના પત્ની સાથે જગતમંદિર ખાતે દ્વારકાધીશનાં દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી. હેલીપેડ ખાતે ભાજપના આગેવાન પબુભા માણેક, મૂળુ બેરા સહિતના આગેવાનોએ અમિત શાહનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. જગતમંદિરે દર્શન કર્યા બાદ અમિત શાહનો કાફલો મોજપ પાસે આવેલ કોસ્ટલ પોલીસ એકેડેમી ખાતે પહોંચ્યો હતો. અમિત શાહે કોસ્ટલ પોલીસ એકેડેમીની મુલાકાત લીધી હતી. કોસ્ટલ પોલીસ એકેડેમી ખાતે અમિતશાહે તાલીમાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.