ગુજરાત ટાઈટન્સે IPL ૨૦૨૨નું ટાઈટલ જીત્યું, રાજસ્થાનને ફાઈનલ મેચમાં ૭ વિકેટથી હરાવ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ૧૫મી સીઝનની ફાઈનલ મેચ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ પહેલાં ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરાયું હતું જેમાં બોલીવુડ સ્ટાર રણવીર સિંહ અને એ. આર રહેમાને પર્ફોર્મન્સ કર્યું હતું.

ફાઈનલ મેચમાં ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સે પહેલાં બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. જો કે, રાજસ્થાનની શરુઆત ખરાબ રહી હતી. ગુજરાતની ઘાતક બોલિંગ સામે રાજસ્થાનના બેટ્સમેનો વધુ રન નહોતા બનાવી શક્યા. જોસ બટલર ૩૯, જયસ્વાલ ૨૨, સેમસન ૧૪, હેટમાયર ૧૧, રિયાન પરાગ ૧૫ રન બનાવી શક્યા હતા. આમ ૨૦ ઓવરના અંતે રાજસ્થાનનો સ્કોર ૧૩૦ રન પર ૯ વિકેટ હતો. હાર્દિક પંડ્યાએ ૩ અને સાંઈ કિશોરે ૨ વિકેટ ઝડપી હતી. જ્યારે શમી, રાશિદ અને યશને ૧-૧ વિકેટ લેવામાં સફળતા મળી હતી.

ગુજરાત ટાઈટન્સ ૧૩૧ રનનો પીછો કરવા ઉતર્યું હતું. શુભમન ગિલ અને રિદ્ધીમાન સાહા ઓપનિંગ કરવા આપ્યા હતા. જ્યાં સાહા ૫ રન બનાવી આઉટ થયો હતો. મેથ્યુ વેડ ૮ અને હાર્દિક પંડ્યા ૩૪ રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ શુભમન ગિલ અને ડેવિડ મિલરની જોડીએ તોફાની બેટિંગ કરીને ગુજરાતને ફાઈનલ મેચ જીતાડી હતી. ગિલના ૪૫ અને મિલરના ૩૨ રનથી ગુજરાત ટાઈટન્સે ૧૮.૧ ઓવરે ૧૩૩ રન બનાવી મેચ જીતીને આઈપીએલની ફાઈનલ ટ્રોફી જીતી લીધી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *