પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત બાળકોને લાભ આપશે. તેઓ શાળાએ જનારા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકોને પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રનની પાસબુક સોંપશે. તેઓ બાળકોને આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત હેલ્થ કાર્ડ પણ પ્રદાન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજનાની શરૂઆત ૨૯/૦૫/૨૦૨૧ના રોજ કરી હતી. જેનો ઉદ્દેશ કોરોના મહામારી દરમિયાન પોતાના માતા-પિતા ગુમાવનાર બાળકોની દેખરેખ અને સુરક્ષા પ્રદાન કરવાનો છે. આ યોજના અંતર્ગત દસ લાખ રૂપિયા બાળકોના ખાતામાં હપતામાં નાખવામાં આવશે.