દુનિયાભરમાં દર વર્ષે ૩૧ મેનાં રોજ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ્ય તમાકુનાં જોખમ વિશે જાગરૂકતા ફેલાવવાનો છે. તમાકુનાં સેવનથી સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, દર વર્ષે લગભગ ૮૦ લાખ લોકોનાં મૃત્યુ તમાકુનાં સેવનથી થનાર બીમારીઓને કારણે થાય છે. તમાકુનાં સેવનથી હૃદય રોગ, સ્ટ્રોક, કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ થાય છે. આ ઉપરાંત, તમાકુ ટાઈપ ૨ ડાયાબિટીસનો ખતરો પણ વધારે છે.
આ દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ્ય લોકોને તમાકુનાં સેવનથી થતા નુકસાન વિશે જણાવવાનો છે. તમાકુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનીકારક છે. તેનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકોના મૃત્યુ તમાકુનાં સેવનથી થાય છે. આ દિવસે લોકોને તમાકુનાં નુકસાન વિશે જણાવીને તેમને તમાકુ છોડવા માટે પ્રેરિત કરવામાં આવે છે.
દર વર્ષે કોઈ થીમ સાથે તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ પર્યાવરણની રક્ષા માટેની છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર ૨૦૨૨માં વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ છે ‘પર્યાવરણ માટે ખતરનાક છે તમાકુ’. ગયા વર્ષે વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ ‘કમિટ ટૂ ક્વિટ’ હતી. દર વર્ષે આ દિવસ મનાવવા માટે વિશ્વભરમાં વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમ આ વિશેષ થીમ પર આધારિત હોય છે. આ દરમિયાન તમાકુનાં સેવનથી થતા નુકસાન અને આદત છોડવા માટે તમામ પ્રકારની જાણકારી આપવામાં આવે છે. યુવાનો પણ આ કાર્યક્રમમાં આગળ આવીને ભાગ લે છે.