કેન્દ્રીય જાહેર સેવા પંચ UPSC દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસ પરીક્ષા, ૨૦૨૧નું પરિણામ જાહેર થયું છે. કુ. શ્રુતિ શર્મા આ પરીક્ષામાં ટોચના ઉમેદવાર રહ્યા છે, જ્યારે કુ. અંકિતા અગ્રવાલે દ્વિતીય અને કુ.ગામિની સિંગલાએ તૃતીય સ્થાન મેળવ્યું છે.
આ પરીક્ષામાં ૬૮૫ જેટલા ઉમેદવારો પાસ થયા છે. આમાંથી ૨૪૪ સામાન્ય શ્રેણીમાંથી, ૭૩ આર્થિક રીતે નબળા વર્ગના, ૨૦૩ અન્ય પછાત વર્ગના, ૧૦૫ અનુસૂચિત જાતિ અને ૬૦ અનુસૂચિત જનજાતિના છે. ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા અને ભારતીય પોલીસ સેવા અને અન્યના સેવા માટે અધિકારીઓને પસંદ કરવા માટે વાર્ષિક ધોરણે સિવિલ સેવા પરીક્ષા લેવામાં આવે છે.