જમ્મુ-કાશ્મીરનાં અવંતીપુરામાં સુરક્ષાદળો અને આતંકી વચ્ચે ચાલી રહેલ અથડામણમાં સુરક્ષાદળોએ બે આંતકવાદીઓ ઠાર માર્યા છે. આતંકીઓ પાસેથી ૨ એકે-૪૭ રાયફલ સહિત આપત્તીજનક દસ્તાવેજો મળી આવ્યાં છે. કાશ્મીર ઝોનની પોલીસનું કહેવું છે કે, ઓપરેશન હજુ ચાલુ જ છે. આ આતંકવાદીઓની ઓળખ શાહિદ જાફરી અને ઉમર યુસુફ તરીકે થઇ છે. રિપોર્ટ્સ અનુસાર, એન્કાઉન્ટર ત્યારે શરૂ થયું જ્યારે સુરક્ષાદળોની સંયુક્ત ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. તેમને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. તે જ સમયે જ્યાં આતંકીઓ છુપાયેલા હતા ત્યાંથી ફાયરિંગ શરૂ થયું. જવાબી કાર્યવાહીમાં સુરક્ષાબળોએ પણ ગોળીબાર કરવો પડ્યો હતો.