આઠ વર્ષ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ- પ્રધાનમંત્રી દ્દારા સિમલામાં કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત લગભગ ૨૧ હજાર કરોડ રૂ.ની રકમ ખેડૂતોના ખાતામાં જમા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના સિમલામાં ગરીબ કલ્યાણ મેળામાં ભાગ લીધો હતો. આ સંમેલનનો મુખ્ય ઉદ્શ્ય ભાજપ સરકારના આઠ વર્ષ પૂર્ણ થવા તે હતો. પ્રધાનમંત્રીએ સંમેલન દરમિયાન વિવિધ મંત્રાલયો- અને વિભાગોના અનેક કાર્યક્રમોમાં લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિસાન સન્માન નિધી યોજનાનો ૧૧મો હપ્તો જાહેર કર્યો હતો, જેમા લગભગ ૨૧,૦૦૦ હજાર કરોડ રૂપિયાની રકમ ૧૦ કરોડ ખેડૂત પરિવારોના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા.

જયારે અમારી સરકાર આઠ વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે હું અમારો સંકલ્પ પુનઃ યાદ કરીશ. દરેક ભારતવાસીના સન્માન માટે, દરેક ભારતવાસીની સુરક્ષા, દરેક ભારતવાસીની સમૃદ્ધિ માટે, ભારતવાસીઓને સુખ શાંતિનું જીવન કેવી રીતે મળે, પ્રત્યેક ભારતવાસીનું કલ્યાણ કરવાના હેતુ માટે થઇ શકે તેટલું કાર્ય કરું છું. ૨૦૧૪ થી પહેલાની સરકારે ભ્ર્ષ્ટાચારને સિસ્ટમનો જરૂરી ભાગ માની લીધો હતો. ત્યારની સરકાર ભ્રષ્ટાચારથી લડવાને સ્થાને તેની સામે ઘૂંટણિયે પડી હતી. ત્યારે દેશ જોઈ રહ્યો હતો કે યોજનાઓના પૈસા જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચે તે પહેલા જ તે લૂંટાઈ જતાં હતા. પરંતુ, આજે ચર્ચા જન-ધન ખાતાઓ દ્વારા મળવાપાત્ર ફાયદાની થઇ રહી છે. જનધન- આધાર અને મોબાઈલથી બનેલી ત્રિશક્તિની થઇ રહી છે. પહેલા રસોડામાં ધૂવાડો સહન કરવાની મજબૂરી હતી, આજે ઉજ્જવલા યોજના દ્વારા સિલિન્ડર મેળવવાની સવલત છે.

પહેલા ઈલાજ માટે પૈસા ભેગા કરવાની માટેની લાચારી હતી. આજે પ્રત્યેક ગરીબને આયુષ્માન ભારતનો સહારો છે. પહેલા ટ્રિપલ તલાકનો ડર  હતો, હવે પોતાના અધિકારોની લડાઈ લડવાની હામ છે. સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણ માટે બનેલી અમારી યોજનાઓએ લોકો માટે સરકારનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે. હવે સરકાર માઇ-બાપ નહીં, હવે સરકાર સેવક છે.

પી એમ આવાસ યોજના હોય, સ્કોલરશિપ આપવાની હોય કે પેંશન યોજનાઓ, ટેક્નોલોજીની મદદથી અમે ભ્રષ્ટાચારના અવકાશને નહિવત કરી નાખ્યો છે. જે સમસ્યાઓને પહેલા કાયમી માની  લેવામાં આવી હતી, અમે તેના માટેના કાયમી ઉકેલો આપવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

ગરીબનો જયારે રોજે રોજનો સંઘર્ષ ઘટે છે ત્યારે, તે સશક્ત થાય છે, ત્યારે તે પોતાની ગરીબી દૂર કરવા માટે નવી ઉર્જા સાથે કામે લાગી જાય છે. આ વિચાર સાથે અમારી સરકાર પહેલા દિવસથી ગરીબને સશક્ત કરવામાં લાગી છે. અમે તેના જીવનની એકે એક ચિંતાને ઓછી કરવાના પ્રયાસ કર્યા છે. આ અમારી સરકાર છે જેણે ચાર દાયકાના વાણા પછી વન રેન્ક વેન પેંશન યોજના લાગુ કરી, આપણા પૂર્વ સૈનિકોના વધારાના પૈસા આપ્યા. આનો મોટો લાભ હિમાચલના બધા પરિવારો સુધી પહોંચ્યો છે.

આપણા દેશમાં દશકો સુધી વોટ બેન્કની રાજનીતિ થઇ છે. પોત-પોતાના વોટબેંક બનાવવાની રાજનીતિએ દેશનું ઘણું મોટું નુકસાન કર્યું છે. અમે વોટબેંક  બનાવવા માટે નહીં, નવા ભારતના નિર્માણ માટે કામ કરી રહ્યા છીએ. અમે સો ટકા સશક્તિકરણ એટલે કે ભેદભાવ નાબૂદ થાય, લાગવગ બંધ થાય, તુષ્ટિકરણ નાબૂદ થાય તેના પર ભાર મુક્યો છે. સો ટકા સશક્તિકરણ એટલે કે દરેક ગરીબને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળે તે છે.

૨૦૧૪થી પહેલા જયારે હું આપની  સમક્ષ આવતો હતો ત્યારે કહેતો હતો કે ભારત દુનિયાથી આંખ ઝુકાવીને નહિ, આંખ મિલાવીને વાત કરશે. આજ ભારત, મજબૂરીમાં દોસ્તીનો હાથ નથી લંબાવતો પરંતુ, મદદ કરવાના આશય સાથે હાથ વધારે છે. કોરોના કાળમાં પણ અમે ૧૫૦થી વધુ દેશોને દવાઓ અને ઓક્સિજન મોકલ્યો છે.

આપણે ૨૧મી સદીના બુલંદ ભારત માટે, આવાનરી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરવું છે. એક એવું ભારત કે જેની ઓળખ અભાવ નહિ પરંતુ, આધુનિકતા હોય. અમે ભારતવાસીઓના સામર્થ્યની સામે કોઈ પણ લક્ષ્ય અસંભવ નથી. આજે ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થ વ્યવ્યસ્થાઓમાંનું એક છે. આજે ભારતમાં મહત્તમ વિદેશી રોકાણ થઇ રહ્યું છે તેમજ ભારત મહત્તમ નિકાસ પણ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *