અયોધ્યામાં રામમંદિરના ગર્ભગૃહ નિર્માણની કામગીરી આજથી શરૂ થઇ રહી છે. ગર્ભગૃહની પ્રથમ શિલાનું પૂજન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું હતું. ભગવાન રામના મંદિરના ગર્ભગૃહના નિર્માણ માટે નકશી કરેલા ગુલાબી રંગની શિલાઓ લગાવવામાં આવશે. ગર્ભગૃહનો આકાર ૨૦ ફુટ પહોળો અને ૨૦ ફુટ લાંબો હશે.
રામ મંદિરના ગૃર્ભગૃહના પૂજનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા મઠ / મંદિરોના મહંતોએ ભાગ લીધો હતો. અયોધ્યાના વિશેષ સંત અને જનપ્રતિનિધી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.