કૉંગ્રેસના પૂર્વ યુવા નેતા હાર્દિક પટેલ આજે બીજેપીમાં સામેલ થશે. હાર્દિક પટેલ ઉપરાંત કૉંગ્રેસના અન્ય એક નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ બીજેપીમાં સામેલ થઈ શકે છે.
ગુજરાત બીજેપી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બંને નેતાઓને કેસરિયો ખેસ પહેરાવી બીજેપીમાં આવકારશે.
બીજેપીમાં સામેલ થયા પહેલા યુવા નેતા હાર્દિક પટેલ ટ્વિટ કરીને રાષ્ટ્રહિત, તેમજ સમાજહિતની ભાવના સાથે નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યાની વાત લખી છે.
બીજેપીમાં સામેલ થયા પહેલા હાર્દિક પટેલે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કર્યું છે. જેમાં હાર્દિક પટેલે લખ્યું છે કે, “રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજહિતની ભાવના સાથે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યો છું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં એક નાનો સિપાહી બનીને કામ કરીશ.”