એએમસી ના લાભાર્થી કેટલા! વધુ એક ખાનગી એજન્સી ઘન કચરામાંથી પ્લાસ્ટિક અલગ કરી સિમેન્ટ બેગ બનાવશે

અમદાવાદ શહેરમાંથી એકત્ર થયો ચારથી પાંચ હજાર મેટ્રીક ટન ઘન કચરો અમદાવાદ મહાનગર પાલિકા (એએમસી ) માટે માથાનો દુખાવો બની ગયો છે. શહેરમાં પિરાણા ખાતે શહેરમાંથી એકત્ર થતો ઘન કચરો ઠાલવામાં આવે છે. એએસમી દ્વારા કચરાનું બાયોમાઇનિંગ પ્રોસેસ કરી તેનો નિકાલ કરાય છે. પરંતુ વેસ્ટ પ્લાસ્ટિક જથ્થો મોટા પ્રમાણમાં રહેતા આખરે એએમસી દ્વારા ખાનગી એજન્સીને પ્લાસ્ટિક વેસ્ટ ઉપયોગ કરવા મંજૂરી આપી છે.

એએમસી હેલ્થ કમિટી ચેરમેન ભરતભાઇ પટેલ જણાવ્યુ હતુ કે, પિરાણા ખાતે હાલમાં ચાલુ બાયોમાઇનીંગ પ્રોસેસમાંથી નીકળતા આર.ડી.એફ એટલે ( પ્લાસ્ટિક વેસ્ટ) ના નિકાલ માટે એએમસી દ્વારા ખાનગી એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કરાયો છે. એએમસી પિરાણા ખાતે ખાનગી કંપનીને પાંચ વર્ષની શરતે ૬ એકર જમીન ફાળવી કરશે. કંપની દ્વારા પ્રતિદિન ૩,૦૦૦ મે.ટન કચરો પ્રોસેસ કરશે. અને એએમસી રોયલ્ટી ભાગ રૂપે ૫૧ લાખ રૂપિયા દર વર્ષે આપશે. શહેરમાંથી મોટી સંખ્યામાં ઘન કચરામાં વેસ્ટ પ્લાસ્ટિક જથ્થો મળી આવ્યો છે. આ પ્લાસ્ટિકનો ઉપયોગ ખાનગી એજન્સી દ્વારા સિમેન્ટની બેગ બનાવવા કરવામાં આવશે.

એએમસી દ્વારા સ્વચ્છતા અભિયાનમાં સારી કામગીરી થાય અને વેસ્ટ પ્લાસ્ટિક ઉપયોગ કરવાના હેતુથી કામ મંજૂર કરાયું છે. શહેરમાં પ્રતિદિન ઘન કચરો વધી રહ્યો છે. એએમસી દ્વારા ટ્રોમિલ મશીન દ્વારા બાયોમાનિગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત હજારો વેસ્ટ પ્લાસ્ટિક બહાર નિકળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *