ગુજરાતમાં એક સાથે ત્રણ જગ્યાએ ભયાનક આગની ઘટનાઓ

રાજ્યમાં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે અને આગના બનાવો પણ વધી રહ્યા છે. રોજબરોજ આગના બનાવો નોંધાઇ રહ્યા છે. ત્યારે આજના દિવસે કુલ ત્રણ આગની ઘટનાઓ સામે આવી છે.  ત્યારે ગીર સોમનાથના કોડિનારમાં દેદાની દેવળી ગામે આગ લાગી. વીજ સબ સ્ટેશનમાં આગ લાગતા ભડકે બળી ઉઠ્યું. પરિણામે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો. અને સબ સ્ટેશન બળીને ખાખ થઇ ગયું.

રાજકોટમાં ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી. ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા.  મોટી ટાંકી ચોક નજીક આવેલા ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. આગ એટલી વિકરાળ હતી તે આગને કાબૂમાં લેવા ફાયરબ્રિગેડની ૩ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.હાલમાં આગ પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

પાવાગઢમાં પણ આગનો બનાવ સામે આવ્યો. પાવાગઢ રોડ પર ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી. ગો઼ડાઉનમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઇ ગયો આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયુ નથી પરંતુ ઘટનાને પગલે તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરાતા આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહામુસીબતે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો.

વડોદરાના નંદેસરી GIDCમાં આવેલી દીપક નાઈટ્રોજન નામની ખાનગી કેમિકલ કંપનીમાં બોઇલર ફાટતા ભીષણ આગ લાગી હતી. ગુરુવારે  કંપનીમાં એક બાદ એક પાંચ જેટલા મોટા ધડાકા થયા હતા. ધડાકા થતા જ સમગ્ર વિસ્તારની ધરા ધ્રૂજી ઉઠી હતી ૪ થી ૫ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. જોકે હાલમાં પણ કંપનીમાં કુલિંગ પ્રક્રિયા ચાલુ છે. મહત્વનું છે કે કંપનીમાં કેમિકલ હોવાથી બ્લાસ્ટ થયા હતા. વડોદરાના વસઈપુરા ગામમાં તબેલામાં પણ આગ લાગી હતી. ગુરુવારના રોજ તબેલામાં આગ લાગતા ૫ ગાયોના મોત નીપજ્યા હતા. જ્યારે ૨૦ ભેંસને રેસક્યુ કરીને બચાવી લેવાઇ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *