ભરતસિંહ મુદ્દે હર્ષ સંઘવીનું સૂચક નિવેદન

કોંગ્રેસના દિગ્ગજ નેતા હાલમાં તેમની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને પત્ની રેશ્મા પટેલ વચ્ચેના પર્સનલ પ્રોબલેમ હવે જાહેરમાં આવી ગયા છે. બુધવારે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ભરતસિંહના પત્ની અને  અન્ય યુવતી પણ જોવા મળી હતી. આ વીડિયો બાદ તેમના પત્ની રેશમા પટેલ મીડિયા સમક્ષ આવ્યા હતા. જે બાદ હવે ભરતસિંહે મીડિયા સામે આવીને સ્પષ્ટતા કરી છે.  એક તરફ ચૂંટણી આવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાએ પારિવારિક સમસ્યા અંગે ફોડ પાડવા પત્રકાર પરિષદ સંબોધી. જેને લઇને રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.

વડોદરામાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે જ્યારે તેઓને ભરતસિંહ સોલંકી વિશે પૂછતા તેઓએ નિવેદન આપ્યું કે “ભરતસિંહ મારા પિતાની ઉંમરના છે. હું એમના વિશે કઇ નહી બોલું. રામ ભગવાન વિશે તેઓ શું બોલ્યા હતા તે સૌ કોઇ જાણે છે. તેઓ શું કરે છે તેના વિશે પણ કહેવાની કઇજરૂર નથી. બધા જ જાણે છે. મારા એ સંસ્કાર નથી હું તેમના મામલે કંઇ કહી શકું. મારી ઉંમર ઘણી નાની છે. પણ બધા લોકો બધુ જ જાણે છે. “

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *