ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ ૮૬.૯૧ % આવ્યું છે. વિદ્યાર્થીઓનું પરિણામ ૮૪.૬૭ % જયારે વિદ્યાર્થિનીઓનું પરિણામ ૮૯.૨૩ % આવ્યું છે.
૨૦૨૨ વર્ષેમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૩,૩૫,૧૪૫ નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કુલ ૩,૩૫,૧૪૫ પરીક્ષાર્થીઓ પૈકી ૨,૯૧,૨૮૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા જેમાંથી કુલ ૨૦૯૨ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલ પરિણામમાં સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રમાં સુબીર, છાપી, અલારસા છે. આ કેન્દ્રોમાં ૧૦૦ % પરિણામ આવ્યું છે. તો ૫૬.૪૩ % સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ડભોઈ છે. આ વર્ષે ૧૦૦ % પરિણામ ધરાવતી શાળાઓ કુલ ૧,૦૬૪ છે. વધુ પરિણામ ધરાવતો જિલ્લો ડાંગ છે જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો વડોદરા છે. ડાંગનું પરિણામ ૯૫.૪૧ % જ્યારે વડોદરા જિલ્લાનું પરિણામ ૭૬.૪૯ % છે.