જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કરી દીધો હતો. માર્યા ગયા આતંકીની હિઝબુલ કમાન્ડર નિસાર ખાંડે તરીકે ઓળખ થઈ છે. આતંકી પાસેથી મોટા પ્રમાણમાં ગોળા બારૂદ મળી આવ્યા હતા.
જો કે છેલ્લા ઘણા સમયથી આતંકીઓએ જમ્મુના સામાન્ય નારગિકોને નિશાન બનાવી રહી છે. જેને લઈ સેનાના જવાનોએ પણ કમર કસી લીધી છે અને સ્પેશિયલ ઓપરેશન થકી તેઓને ઠાર કરવામાં આવી રહ્યા છે.