અમદાવાદ સાયબર ક્રાઈમે બોગસ ડિગ્રીનું મસ મોટું કૌભાંડ ઝડપી પાડ્યું

સાયબર ક્રાઈમે બોગસ ડિગ્રીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સાથે જ સાયબર ક્રાઈમે પશ્ચિમ બંગાળથી મુખ્ય આરોપીની ધરપકડ પણ કરી છે. આરોપીઓ ૧ લાખથી ૧૦ લાખ રૂપિયા સુધીમાં બોગસ ડિગ્રી વેચતા હતા. અને દેશમાં ૫ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને બોગસ ડિગ્રી પધરાવી હોવાનો ખુલાસો થયો છે.

હેકર બનાવટી ડિગ્રી સાથે યુનિવર્સિટીના ડેટામાં પણ એન્ટ્રી કરતો હતો. સાથે રજિસ્ટ્રાર ઓફિસમાં પણ જાતે જ જવાબ રજૂ કરતો હતો. ઉપરાંત પોસ્ટ દ્વારા થતી RTI પણ આરોપી મેળવતો હતો. આરોપીએ ખાનગી અને સરકારી વેબસાઈટો પણ હેક કરી હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ ડિગ્રીના વેંચાણ માટે એક વેબસાઈટ પણ બનાવી હતી. જે એજન્ટો દ્વારા ઓપરેટ કરવામાં આવતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *