ગુજરાતમાં ધો.૧૦ નું પરિણામ ૬૫.૧૮ ટકા જાહેર, સુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ

સુરત જીલ્લાએ સૌથી વધુ ૭૫.૬૪ ટકા પરિણામ મેળવ્યું છે. પાટણ જિલ્લામાં સૌથી ઓછું પરિણામ ૫૪.૨૯ ટકા જાહેર થયું છે.

ગુજરાત રાજ્યમાં ધોરણ ૧૦ નું પરિણામ ૬૫.૧૮ ટકા જાહેર કરવામાં આવ્યું છે. સુરત જીલ્લાએ સૌથી વધુ ૭૫.૬૪ ટકા પરિણામ મેળવ્યું છે. પાટણ જિલ્લામાં સૌથી ઓછું પરિણામ ૫૪.૨૯ ટકા જાહેર થયું છે. તો રાજકોટના રૂપાવટી કેન્દ્રનું પરિણામ ૯૪.૮૦ ટકા આવ્યું છે, જે રાજ્યમાં સૌથી વધુ પરિણામ મેળવનાર કેન્દ્ર છે. દાહોદનું રુવાબરી મુવાડા કેન્દ્રનું પરિણામ ૧૯.૧૭ ટકા આવ્યું છે, જે રાજ્યનું સૌથી ઓછું પરિણામ મેળવનાર કેન્દ્ર છે. રાજ્યમાં કુલ ૨૯૪ શાળાઓએ ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે, તો ૧૨૧ શાળાઓમાં ૦ ટકા પરિણામ આવ્યું છે. ૧,૦૦૭ શાળાઓમાં ૩૦ ટકાથી ઓછું પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓએ પરિણામ ૫૯.૯૨ ટકા અને વિદ્યાર્થિનીઓએ ૭૧.૬૬ ટકા પરિણામ મેળવ્યું છે. રાજ્યમાં કુલ ૭,૭૨,૭૭૧ નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી  ૫,૦૩,૭૨૬  વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે.

કુલ ૧,૩૩,૫૨૦  રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ ૩૦.૭૫ ટકા જાહેર કરવામાં આવ્યું છે.

જિલ્લા વાર પરિણામ

અમદાવાદ જિલ્લાનું ૬૩.૯૮% પરિણામ
ગાંધીનગર જિલ્લાનું ૬૫.૮૩% પરિણામ
જૂનાગઢ જિલ્લાનું ૬૬.૨૫% પરિણામ
વડોદરા જિલ્લાનું ૬૧.૨૧% પરિણામ
રાજકોટ જિલ્લાનું ૭૨.૮૬% પરિણામ
જામનગર જિલ્લાનું ૬૯.૬૮% પરિણામ
સુરત જિલ્લાનું સૌથી વધારે ૭૫.૬૪% પરિણામ
પાટણ જિલ્લાનું સૌથી ઓછું ૫૪.૨૯% પરિણામ
રાજ્યમાં ૧૦૦%  પરિણામ ધરાવતી ૨૯૨ શાળા
સ્ટાન્ડર્ડ ગણિતનું ૯૨.૬૩ ટકા પરિણામ
બેઝિક ગણિતનું ૬૯.૫૩ ટકા પરિણામ
ગુજરાતી ભાષાનું ૮૨.૧૫ ટકા પરિણામ
અંગ્રેજી પ્રથમ ભાષાનું ૯૪.૭૩ ટકા
જ્યારે અન્ય ભાષાનું ૮૦.૩૦ ટકા પરિણામ
૧૨૧ સ્કૂલનું શૂન્ય ટકા પરિણામ
૩૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી ૧,૦૦૭ શાળાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *