અમદાવાદમાં આજથી તારીખ ૧૧ જૂન સુધી ટ્રાફિક પોલીસની ડ્રાઇવ ચાલશે. આજથી શહેરમાં ટ્રાફિક પોલીસે HSRP નંબર પ્લેટને લઈને ઝુંબેશ શરૂ કરી છે. એટલે કે શહેરમાં આજથી ૧૧ જૂન સુધીમાં HSRP નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. રોંગ સાઈડ અને HSRP નંબર પ્લેટ વિનાના વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે.
હવે વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સામાં લોકોએ પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે, ગૃહવિભાગ e-FIRનો પ્રોજેક્ટ લોન્ચ કરાયો છે.જે અંતર્ગત ઓનલાઈન e-FIRથી ફરિયાદ નોધાવી શકાશે.
મોબાઈલ ફોન, લેપટોપ કે વાહન ચોરીની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જતાં હોઈએ, ત્યારે અનેક વખત લોકો આરોપ લગાવતાં હોય છે કે, પોલીસ તેઓની ફરિયાદ નોંધતી નથી. અને ચોરીની ફરિયાદના પુરાવા રજૂ કરવાના નામે અનેક મહિનાઓ સુધી પોલીસ FIR નોંધતી નથી. જો કે, હવે આ તમામ આરોપોનો હવે અંત આવી જશે, રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ‘E-FIR’ પ્રોજેક્ટ અંતર્ગત હવે વાહન, મોબાઈલ કે લેપટોપની ચોરીની ફરિયાદ ઓનલાઈન કરી શકાશે. ગતરોજ ગૃહ મંત્રાલાય તરફથી એક નોટિફિકેશન જાહેર કરાયું છે. જેમાં વાહન-મોબાઇલ ચોરીના કેસમાં e-FIR કરી શકાશે.