પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીનો વડોદરામાં પ્રથમ રોડ શો ૧૮ જૂને યોજાનાર છે. જેને લઈ પક્ષના કાર્યકર્તાઓથી લઈ વડોદરાવાસીઓ તેમણે આવકારવાની તૈયારીમાં લાગ્યા છે. જે અંતર્ગત રોડ શોના રૂટમાં આવતી ૨ હજાર બિલ્ડિંગ્સમાં સર્વે કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદીના આ કાર્યક્રમમાં સામેલ થવા માટે મધ્યગુજરાતના લોકો વડોદરા આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ૧૮ જૂને વડોદરાના પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી વડોદરામાં ૫.૫ કિલોમીટરનો રોડ શો કરશે. જેથી તંત્રએ રોડ શોને લઇ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, PM મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત વડોદરામાં રોડ શો કરી રહ્યા છે. જેને લઈ ૧૦૦ મીટરના અંતરે સ્ટેજ અને ફ્લોટ ઊભા કરવામાં આવશે.
પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્રમોદી પ્રથમ વાર વડોદરામાં રોડ શો કરશે. તેમને સાંભળવા માટે દૂર / દૂરથી લોકો વડોદરા આવશે. પ્રધાનમંત્રી મોદી રોડ શો યોજ્યા બાદ સભાને પણ સંબોધન કરવાના છે.