ગુજરાત રાજ્યમાં ઘણા સમયથી રીક્ષા ચાલક યુનિયન રીક્ષાના ભાડામાં વધારો કરવાની માગ કરી રહ્યા હતા. જેથી આજે રીક્ષા ચાલક યુનિયન અને સરકાર વચ્ચે બેઠક કરવામાં આવી હતી. આ બેઠક બાદ રીક્ષાના મિનિમમ ભાડામાં અને રનિંગ ભાડામાં ૨ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, રીક્ષા ચાલક યુનિયનોએ મિનિમમ ભાડું ૧૮ રૂપિયાથી વધારી ૩૦ રૂપિયા અને રનિંગ ભાડું ૧૩ રૂપિયાથી વધારીને ૧૫ રૂપિયા કરવાની માગ કરી હતી. જેમાં સરકારે મિનિમમ ભાડા અને રનિંગ ભાડા બન્નેમાં ૨ રૂપિયાના વધારાની મંજૂરી આપી છે. આ નવો ભાવ ૧૦ જૂનથી ૩૧ માર્ચ સુધી અમલી રહેશે. જેથી હવે રિક્ષાનું લઘુતમ ભાડું વધારી પ્રતિ કિ.મી ૨૦ કરાયું છે. અગાઉ જૂનું ભાડું ૧૮ હતું જે વધારીને પ્રતિ કિ.મી ૨૦ થયું છે.
ગેસના ભાવમાં સતત વધારાને લઈ રિક્ષા ચાલકોમાં ભાડું વધારવાનું માંગ ઉઠી હતી. જેને લઈ રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી સાથે રિક્ષા ચાલક યુનિયનની બેઠક યોજાઇ હતી. જેમાં રીક્ષાના મિનિમમ ભાડામાં અને રનિંગ ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.