ભારતીય ચૂંટણી પંચ આજે બપોરે ૦૩:૦૦ વાગ્યે જાહેર કરશે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ

ભારતીય ચૂંટણી પંચ આજે બપોરે ૦૩:૦૦ વાગ્યે દેશના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નો કાર્યકાળ ૨૪ જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. આ અંગે ચૂંટણી પંચના અધિકારીઓ બપોરે ૦૩:૦૦ વાગ્યે વિજ્ઞાન ભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. તમને જણાવી દઈએ કે ભારતના નવા રાષ્ટ્રપતિએ ૨૫ જુલાઈ સુધીમાં શપથ લેવાના છે. વર્ષ ૨૦૧૭માં રાષ્ટ્રપતિની ચૂંટણી ૧૭મી જુલાઈએ યોજાઈ હતી અને ૨૦મી જુલાઈએ મતગણતરી થઈ હતી.

બંધારણના અનુચ્છેદ ૬૨ નો ઉલ્લેખ કરીને, આગામી રાષ્ટ્રપતિની પસંદગી માટેની ચૂંટણી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુદત પૂરી થાય તે પહેલા પૂર્ણ થવી જોઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, સંસદના બંને ગૃહોના સભ્યો સિવાય, તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની વિધાનસભાના સભ્યોએ મતદાન કર્યું હતું. રાજ્યસભા, લોકસભા અથવા વિધાનસભાના નામાંકિત સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી. તેવી જ રીતે, રાજ્યોની વિધાન પરિષદના સભ્યોને પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *